Skip to main content
Settings Settings for Dark

31 મે થી 15 જુલાઈ સુધી દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામ–પ્રયાગરાજ જંક્શન વચ્ચે દોડશે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Live TV

X
  • યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી એક મહત્વપૂર્ણ વધારાની રેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંક્શન વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર મંડળ અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, આ વિશેષ ટ્રેનનું સંચાલન નીચે મુજબ રહેશે—

    ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ – પ્રયાગરાજ જંક્શન દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 31 મે, 2026 થી 15 જુલાઈ, 2026 સુધી દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 17:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 20:00 વાગ્યે પ્રયાગરાજ જંક્શન પહોંચશે.

    ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ જંક્શન – ગાંધીગ્રામ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30 મે, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી દર શનિવાર અને મંગળવારે પ્રયાગરાજ જંક્શનથી સાંજે 16:15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 15:30 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

    બંને દિશામાં આ ટ્રેન નીચે મુજબના સ્ટેશનો પર રોકાશે— ચાંદખેડા રોડ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર જંક્શન, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી અને ફતેહપુર.

    આ વિશેષ ટ્રેનમાં દ્વિતીય શ્રેણી સામાન્ય (GS), શયનયાન (Sleeper) અને થર્ડ એસી (3rd AC) શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

    ટ્રેન નંબર 04112 માટે ટિકિટ બુકિંગ 30 મે, 2026 (શનિવાર) થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.

    યાત્રિયોને વિનંતી છે કે ટ્રેનના સમય, રોકાણ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લેવી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
apply