Skip to main content
Settings Settings for Dark

68 વર્ષ બાદ અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકા 2.0 તૈયાર

Live TV

X
  • શહેરની શાન કાંકરિયા તળાવ ખાતે આવેલી નવી બાલવાટિકાનું આજે લોકાર્પણ થશે. 68 વર્ષ પછી બાલવાટિકાનું રીનોવેશન કરવામાં આવ્યું છે. સૌથી ઊંચા ગ્લાસ ટાવર, ભૂલભૂલૈયા અને રાઈડ સહિતના આકર્ષણ નવી બાલવાટિકામાં રાખવામાં આવ્યા છે. આ બાલવાટિકાનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

    નાનાં બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી રૂ. 50, રાઇડ્સની અલગ

    કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાનાં બાળકોથી લઇ મોટા સુધીની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે. જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે એવા સ્નોપાર્ક (નભોદર્શન અને જેકેટ્સ સાથે)ની ફી રૂ. 450 રાખવામાં આવી છે.

    ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર

    બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે. એમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ના જોવા મળે એવા મ્યુઝિયમ અને રાઇડ્સનો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાનાં બાળકોથી લઇ મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply