Skip to main content
Settings Settings for Dark

77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યની નગરપાલિકાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

    શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણયને પરિણામે રાજ્યની 152 જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે  અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે.

    એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા  પણ વધુ સરળ બનશે.મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિના મૂલ્યે સરકારી જમીન જે જાહેર સુવિધા સુખાકારીના પ્રોજેક્ટ્સ માટે આપવાનો નિર્ણય કર્યો છે તે અનુસાર,નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પંપીગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ, લીક્વીડ વેસ્ટ મેનેજમેંટ પ્લાન્ટ માટે, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે  તેવો સિટીઝન સેન્ટ્રીક અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની 152 નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતા વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપભેર શરૂ થઈ શકશે અને નગરોના વિકાસ ને વધુ વેગ મળશે.નાગરિકોને પણ પાણી, ગટર, શિક્ષણ તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરાએ મળતી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply