8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, વડોદરા અને નવસારીમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણની કામગીરી તેજ
Live TV
-
8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.. વડોદરા અને નવસારીમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણની કામગીરી તેજ બની છે. વડોદરાના 250 ગામોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 313 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સફાઈ અને 505 કિલોમીટર રસ્તાઓની સફાઈ કરાઈ છે. સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે. અભિયાનમાં સ્થાનિક આગેવાનો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. તો આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એમ.એસ.યુનિવર્સીટીમાં યોજાનારા કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ કાર્યકમની રૂપરેખા સમજાવી હતી.
