9 ઓક્ટોબર 2025ના રોજ ગણપત યુનિવર્સિટી,મહેસાણા ખાતે “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” પર સેમિનાર યોજાશે
Live TV
-
મેહસાણા: ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ગુજરાત સરકાર હેઠળના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB), ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MBSIRDA) દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનાર 9 ઓક્ટોબર, 2025 ના રોજ બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે સેમિનાર હોલ નંબર 7માં યોજાશે. આ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ભાગરૂપે છે, જે રાજ્યને રોકાણ અને ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂળ પહેલ પર આધારિત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, આ પહેલનો હેતુ સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમને મજબૂત બનાવવાનો અને "વિકસિત ભારત @2047" ના રાષ્ટ્રીય ધ્યેય સાથે સુસંગત થવાનો છે.સેમિનારમાં સંકલિત આયોજન, સસ્ટેનિબીલીટી, સ્માર્ટ અને ગ્રીન ઔદ્યોગિક સુવિધાઓ તેમજ સક્ષમ નીતિગત માળખા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઔદ્યોગિક ક્લસ્ટરો પર એક પેનલ ચર્ચા પણ યોજાશે.
ઉદ્ઘાટન: ગુજરાત સરકારના ઉદ્યોગ અને શ્રમ મંત્રી દ્વારા આ સેમિનારનું ઉદ્ઘાટન થશે.
સરકાર/એજન્સીઓ: રજત સૈની, IAS (CEO, NICDC); પી. સ્વરૂપ, IAS (CEO, GIDB)
આંતરરાષ્ટ્રીય ભાગીદારો: રઘુ બાબુ (GIZ); સમીર ખાતીવાડા (ADB)
સંજય પટેલ (MD, મેસ્કોટ ગ્રુપ); સંજય બારોનિયા (Sr. VP, મારુતિ સુઝુકી); વિક્રમ ગોયલ (CBO-Industrial, મહિન્દ્રા લાઇફસ્પેસિસ)આ સેજિનાક સરકાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના મુખ્ય હિસ્સેદારોને એક મંચ પર લાવીને ઔદ્યોગિક વિકાસના એજન્ડાને આગળ વધારવામાં મદદરૂપ થશે.
