9 કલાકમાં 6 અંગોનું દાન: અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નવી સિદ્ધિ
Live TV
-
દેશની અગ્રગણ્ય તબીબી સંસ્થાઓમાંની એક, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 9 કલાકના ટૂંકા ગાળામાં બે બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારે લીધેલા ઉમદા નિર્ણયથી 6 મહામૂલા અંગોનું દાન મળ્યું, જે 6 લોકોને નવજીવન આપશે.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના સઘન પ્રયાસોથી બે બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારો અંગદાન માટે સંમત થયા હતા:તેમના પત્ની સજનબેને અંગદાનની સંમતિ આપતાં બે કિડની અને એક લિવરનું દાન મળ્યું.48 વર્ષીય મહિલા દર્દી ICUમાં સારવાર દરમિયાન 17 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. પરિવારની સંમતિથી બે કિડની અને એક લિવરનું દાન મેળવવામાં આવ્યું.
હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ 4 કિડની અને 2 લિવરનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીઓમાં કરવામાં આવશે.આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ શરૂ થયા પછી આજદિન સુધી કુલ 220 અંગદાતાઓએ અંગદાન કર્યું છે.કુલ અંગો અને પેશીઓનું દાન: 911404 કિડની, 194 લિવર, 71 હૃદય, 34 ફેફસાં અને 18 સ્વાદુપિંડ.156 ચક્ષુ અને 26ચામડી સહિત કુલ 182 પેશીઓનું દાન.ડો. જોષીએ વધુમાં વધુ લોકોને અંગદાનના આ પવિત્ર કાર્યમાં જોડાવા માટે અપીલ કરી છે.
