CMના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચિંગ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસમાં વર્ષ 2022થી 2024 દરમિયાન વિશેષ કામગીરી કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કર્યા.
સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સરકાર તરફથી રાજ્યની ઊર્જા નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લોન્ચ કરાઈ છે. આ નવી નીતિ હેઠળ ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા.
સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન
નવી પોલિસી મુજબ રાજ્યમાં સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે, સાથે જ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રીડ સ્થિરતા જળવાઈ રહે અને વીજ પુરવઠો સતત મળી રહે તે માટે સંગ્રહ ક્ષમતાવાળા પ્રોજેક્ટ્સને સીધો ટેકો આપવામાં આવશે. આ વ્યવસ્થા માટે જરૂરી સ્થળો GEDA દ્વારા GETCO અને ડિસ્કોમ્સ સાથે સંકલન કરીને નક્કી કરવામાં આવશે.
થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટ
રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં લાંબી પ્રક્રિયા અને વિલંબ અંગે ઉદ્યોગ જગતમાં રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, નવી નીતિમાં કૅપ્ટિવ અને થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન અને ઇવેક્યુએશન લાઈન સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોથી પ્રોજેક્ટ્સ ઝડપથી અમલમાં મૂકવામાં મદદ મળશે.
ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશે
વિન્ડ એનર્જી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. હાલના પવનચક્કીઓને હટાવ્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ કરવાની મંજૂરી આપીને સમયમર્યાદા 24 મહિના સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત, રીપાવરિંગ દરમિયાન ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશે, જેથી જૂના પ્રોજેક્ટ્સ વધુ કાર્યક્ષમ બની શકે.
ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશે
નવી પોલિસી હેઠળ ઓશન એનર્જી, જિયોથર્મલ એનર્જી, એગ્રીવોલ્ટેઇક્સ, બિલ્ડિંગ અને રોડ-ઇન્ટિગ્રેટેડ સોલાર જેવી નવી અને આધુનિક ટેકનોલોજીઓને પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા આગળ ધપાવવામાં આવશે. સરકારના આ પગલાથી રાજ્યમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશે.
