Skip to main content
Settings Settings for Dark

CM ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 4473 ઉમેદવારોને સોંપ્યા નિમણૂક પત્રો, Dy.CMની મોટી જાહેરાત

Live TV

X
  • પોતાના કર્તવ્ય પ્રત્યેનો અખંડ સમર્પણ અને ગરીબ કલ્યાણનાં ભાવ સાથે કાર્ય કરવા મુખ્યમંત્રીએ ઉમેદવારોને કર્યું સૂચન, તો Dy.CM હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં 14,507 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત

    ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના નિમણૂંકપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 4 હજાર 474 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષાઓના આધારે જુનિયર ક્લાર્ક વર્ગ-3ના 2828, તેમજ સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને 2ના 92 ઉમેદવારો સહિત 16થી વધુ કેડરમાં ભરતી થઈ છે. સ્ટેમ્પ નિરીક્ષક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સમાજ કલ્યાણ વિભાગના વિવિધ પદ, ડેપો મેનેજર અને સર્વેયર જેવા કેડરનો સમાવેશ થયો છે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

    સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં PSI અને લોક રક્ષકની નવી ભરતી પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે, પોલીસ તેમજ આંગણવાડી વિભાગમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરાશે. પોલીસ વિભાગમાં કુલ 14,507 જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. જ્યારે આંગણવાડીમાં 9 હજાર જેટલી ભરતી ટૂંક સમયમાં જાહેર થશે. આ જાહેરાતથી યુવાઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply