Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, વરસાદ અને રસ્તાના સમારકામ અંગે ચર્ચા થઈ

Live TV

X
  • રાજ્યમાં વરસાદની સ્થિતિ અને રસ્તાના સમારકામ અંગે ચર્ચા..સરકારના આગામી આયોજનો અંગે નીતિ વિષેયક નિર્ણયોની સમીક્ષા.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં ગંભીરા બ્રીજ દૂર્ઘટના બાદ બ્રીજના સર્વેની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હોય તેવી સંભાવના છે. ઉપરાંત ખરાબ માર્ગો સંદર્ભે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કામો પર સમીક્ષા કરવામાં આવી. તો સાથે જ રાજ્યમાં વરસાદ તથા જળાશયોની સ્થિતિ, ખરીફ વાવેતર તથા ખાતરની તંગી સહિત રાજ્યભરમાં આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવી.

    CMના સૂચનોને પગલે તંત્ર એકશનમાં

    CM ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ અને પુલોની સુરક્ષાને ધ્યાનમાં લેતા સરકારી તંત્રે કામગીરીમાં ઝડપ લાવી છે. અગાઉ બનેલી વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના જેવા બનાવો ફરી ન બને તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. CMએ સ્પષ્ટ સૂચના આપી છે કે, જ્યાં પણ રસ્તા કે પુલોની કામગીરીમાં ગુણવત્તા નબળી જોવા મળે, ત્યાં સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply