Skip to main content
Settings Settings for Dark

GCS હોસ્પિટલ,અમદાવાદ ખાતે બાળ દિવસની રંગારંગ ઉજવણી

Live TV

X
  • અમદાવાદ: જીસીએસ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા બાળ દિવસ (Children’s Day) નિમિત્તે બાળકો માટે આનંદમય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રાર્થના ખારોડ પટેલના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં લગભગ 300 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    બાળકો પોલીસમેન, ભારત માતા, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, જવાહરલાલ નેહરુ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ડૉક્ટર, પાયલોટ અને શ્રીકૃષ્ણ જેવા વિવિધ રાષ્ટ્રીય તેમજ પ્રેરણાદાયક પાત્રોના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જેણે કાર્યક્રમની શોભા વધારી હતી.

     ઉજવણીને રસપ્રદ બનાવવા માટે મ્યુઝિકલ ચેર, રિંગ ગેમ, બોલ-ઇન-દ-બાસ્કેટ, પઝલ ગેમ્સ, ડાન્સ, મિની ટેલેન્ટ પ્રેઝન્ટેશન, તેમજ પેઇન્ટિંગ, ડ્રોઇંગ અને કલરિંગ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર હોસ્પિટલનું વાતાવરણ બાળકોના હાસ્ય, આનંદ અને ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું. વાલીઓએ પણ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. દિવસના અંતે બાળકોને ગીફ્ટ, સ્વીટ્સ અને રિફ્રેશમેન્ટ વિતરણ કરીને દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો.જીસીએસ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આ ઉજવણી બાળકોના આરોગ્ય, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે, જે હોસ્પિટલના "Care Beyond Cure" ના સિદ્ધાંતને સાર્થક કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply