Skip to main content
Settings Settings for Dark

GIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ

Live TV

X
  • ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતના પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી હરોળમાં સ્થાન આપે છે.

    ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ GIFT સિટી આજે એક સમૃદ્ધ, નીતિ-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ નાણાકીય કેન્દ્રમાં પરિવર્તિત થયું છે. શરૂઆતથી જ, ગિફ્ટ સિટીની પરિકલ્પના એક વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને IT ઝોન તરીકે કરવામાં આવી હતી. એક એવું નાણાકીય કેન્દ્ર જે ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેવા પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક જ અધિકારક્ષેત્ર હેઠળ નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, નિયમનકારી સરળતા અને માળખાગત સુવિધાઓને જોડતી એક સંકલિત ઇકોસિસ્ટમનો પાયો નાખવામાં આવ્યો. તેમનું વિઝન હવે એક જીવંત કેન્દ્રમાં પરિવર્તિત થયું છે જે સ્થાપિત વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરે છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટીની ક્ષિતિજોને વિસ્તૃત કરવામાં આવી રહી છે અને તેઓ એ જ પ્રતિબદ્ધતા સાથે ગિફ્ટ સિટીના સાતત્ય, વિસ્તરણ અને ઝડપી વિકાસને સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ, ગિફ્ટ સિટીએ ઊંચાઇના નવા શિખરો સર કર્યા છે, જે ભારતના આર્થિક વિકાસના ચાલકબળ તરીકે ગુજરાતની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે. 

    ગિફ્ટ સિટીમાં આજે 1,150 થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. ગિફ્ટ સિટી ખાતે બેંકિંગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે $106 બિલિયન સુધી પહોંચ્યો છે. આ વર્ષ 2020ની સરખામણીએ લગભગ સાત ગણો વધારો છે. વધુમાં, કેપિટલ માર્કેટ એટલે કે મૂડીબજાર પણ $80 બિલિયન સુધી પહોંચ્યું છે, અને દર મહિને એક્સચેન્જ ટર્નઓવર સતત $100 બિલિયનનો આંકડો પાર કરી રહ્યું છે. આ ઉપરાંત, $80 બિલિયનના લક્ષ્યાંક સાથે 349 ફંડ્સ શરૂ કરવામાં આવ્યા છે, જે વૈશ્વિક મૂડી બજારોમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.ગિફ્ટ સિટીનો વિકાસ ફક્ત નાણાકીય પ્રવૃત્તિઓ પૂરતો જ સીમિત નથી. એવો અંદાજ છે કે, ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000 થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટા પાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. આ સાથે જ, ગિફ્ટ સિટી ખાતે એક મજબૂત સામાજિક માળખાગત સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય શાળાઓ, ડેસ્ટિનેશન મોલ્સ, સેન્ટ્રલ પાર્ક અને સ્પોર્ટ્સ એરેના વગેરેનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં વસતા રહેવાસીઓ અને કામ કરતા વ્યાવસાયિકો બંને માટે ‘લીવ, વર્ક, થ્રાઇવ’ એટલે કે જીવો, કામ કરો અને સમૃદ્ધ બનોના મંત્ર સાથે આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

    ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારતમાં પ્રથમવાર અન્ડરગ્રાઉન્ડ યુટિલીટી ટનલ અહીં સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ અને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન દ્વારા કાર્યક્ષમ અને ટકાઉ કામગીરી સુનિશ્વિત કરવામાં આવે છે.વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે કાર્ય કરે છે, જેની પહોંચ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા કાર્યક્રમો અને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા મુખ્ય નાણાકીય કેન્દ્રો સુધી છે. ભારતમાં, તે બેંકિંગ ફોરમ (100+ સંસ્થાઓ સાથે), વાઇબ્રન્ટ ગુજરાત, IGF મુંબઈ અને રિઇન્શ્યોરન્સ સમિટ સાથે સંકલનમાં રહીને સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય નેટવર્કને એકસાથે લાવે છે.

    ગિફ્ટ સિટીમાં મૂડી બજારો, બેંકિંગ, વીમો, વિમાન અને જહાજ માટેની લીઝિંગ સેવાઓ, ફિનટેક, GCC અને વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી સાથે વિવિધ નાણાકીય સેવાઓ એક છત નીચે મળી રહે છે. 37થી વધુ બેંકો, 65થી વધુ વીમા કંપનીઓ અને 35થી વધુ એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ સાથે, તે ઉચ્ચ-મૂલ્ય ધરાવતી નાણાકીય સેવાઓ માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે અને વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં સહયોગ કરે છે. ગિફ્ટ સિટીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિદર્શનમાં તેનો સતત વિકાસ કરવામાં આવ્યો છે. ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાના વ્યૂહાત્મક અને લાંબા ગાળાના વિઝનને તે પ્રતિબિંબિત કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply