ISI માર્ક વિનાનાં રમકડાંના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા
Live TV
-
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર 8 જૂન, 2022ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ ટેકહાર્ક ઈ-કોમર્સ, દુકાન નં. 31, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રીધર ફ્લોરા, ગેલેક્સી બિઝનેસ પાર્કની પાછળ, નિકોલ, અમદાવાદ 382350 પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન વેપારી પાસેથી ISI માર્ક વગરના લગભગ 1400 રમકડાં જપ્ત કરવામાં આવ્યા.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી, 2020ના ઓર્ડર નંબર એસ.ઓ.853(ઈ) અને 15 સપ્ટેમ્બર, 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર ISI માર્ક 01 જાન્યુઆરી, 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈ પણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ ISI માર્ક લાગુ કરવાની મંજુરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાયસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા ISI માર્ક લગાવવું અથવા ISI માર્ક વિના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારના વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો બને છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo[at]bis[dot]gov[dot]in અથવા cmed[at]bis[dot]gov[dot]in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
