LCBએ બકરા ચોરીનો ભેદ ઉકેલ્યો
Live TV
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બકરા ચોરીના એક અનડિટેક્ટેડ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોરી થયેલા 6 બકરા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી XUV 500 ગાડી પણ LCBએ જપ્ત કરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ જગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
મળેલી બાતમીના આધારે, વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BB-0336 ધરાવતી XUV 500 ગાડીને રોકવામાં આવી હતી. ગાડીમાંથી બે ઈસમો અને પાછળના ભાગેથી ચોરી કરાયેલા 6 જીવતા બકરા મળી આવ્યા હતા. ગુનેગારોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
