Skip to main content
Settings Settings for Dark

PM જન્મદિવસ નિમિત્તે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 200થી વધુ લોકોએ કર્યું રક્તદાન

Live TV

X
  • વડનગર GMERS ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ સંગઠન, જિલ્લા કર્મચારીઓ, જિલ્લા શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. વડનગરના પનોતા પુત્ર અને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની વડનગરના લોકો ખુબ ઉત્સાહ સાથે ઉજવણી સમગ્ર મહેસાણા જિલ્લામાં થઈ રહી છે.

    મોદીજીના માદરેવતનમાં પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પમાં સરકારી કર્મચારી પાલિકા પ્રમુખ તેમજ સદસ્યો પોલીસ જવાનો GRD જવાનો સહિત ભાજપ યુવા મોરચા . ભાજપ શહેર તેમજ તાલુકા સંગઠન  સહિત વડનગર ખેરાલુ સતલાસણા તાલુકા ના લોકોએ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બન્યા હતા અને વડનગર ખાતે 200 કરતા વધુ સંખ્યા માં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

    આ પ્રસંગે સામાજિક અગ્રણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ કમલ પટેલ, વડનગર પાલિકા પ્રમુખ મિતિકા બેન શાહ સહિત પૂર્વ પાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply