Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની નવી ઇમારત રાષ્ટ્રને કરશે સમર્પિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે 11:00 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની નવી ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. વધુમાં આજે યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાના છે. 
    અત્રે મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એટલે કે, વર્ષ 2010 થી કાર્યરત રક્ષા યુનિવર્સિટીને વર્ષ 2020માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજર રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી આજે સાંજે સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધાટન કરાવશે. 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 16 રમત અને 13 લાખ સ્પર્ધકો સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેમાં આજે પ્રધાનમંત્રી મોદી 36 સામાન્ય રમતો અને 20 પેરા રમતો સામિલ થઈ ચુકી છે, અને 45 લાખથી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply