Skip to main content
Settings Settings for Dark

PM મોદીના દેશ પ્રેમને ઉજાગર કરતો 'મેરા દેશ પહેલે' શો ગાંધીનગરમાં યોજાયો

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા પરિવર્તનની ગાથાને રજૂ કરતી અનોખી પ્રસ્તુતિ "મેરા દેશ પહેલે"નો શો ગુજરાતમાં સૌપ્રથમ વાર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને રાષ્ટ્રને સમર્પિત નરેન્દ્ર મોદીના જીવનની પ્રેરણાદાયી સફરને આ મેગા શો દ્વારા જીવંત કરવામાં આવ્યો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા પરિવર્તનની ગાથાને રજૂ કરતી અનોખી પ્રસ્તુતિ "મેરા દેશ પહેલે"નો શો ગુજરાતમાં સૌપ્રથમ વાર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને રાષ્ટ્રને સમર્પિત નરેન્દ્ર મોદીના જીવનની પ્રેરણાદાયી સફરને આ મેગા શો દ્વારા જીવંત કરવામાં આવ્યો. આ અનોખી પ્રસ્તુતિને નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” નરેન્દ્ર મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

    આ અનોખી પ્રસ્તુતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર જીવનની એવી ઘટનાઓ અને પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા, જેણે દેશવાસીઓમાં દેશ પ્રેમ, સમર્પણ અને 'રાષ્ટ્ર પ્રથમ' નો ભાવ જગાડ્યો. ‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply