PM મોદીના શાસનમાં ગુજરાતના લાખો ખેડૂતો બન્યાં આત્મનિર્ભર
Live TV
-
એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા ક્રાંતિકારી સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ "ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ" આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની યોજનાને વધુ વ્યાપક અને પારદર્શક બનાવી છે.
એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા ક્રાંતિકારી સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ "ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ" આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની યોજનાને વધુ વ્યાપક અને પારદર્શક બનાવી છે.
━━ મુખ્ય આંકડા એક નજરે ━━
-
છેલ્લા 10 વર્ષમાં કુલ ખરીદી: ₹65,570 કરોડ
-
કુલ ખરીદાયેલ ઉપજ: 1.05 કરોડ મેટ્રિક ટન
-
લાભાર્થી ખેડૂતો: 48.98 લાખથી વધુ
-
મગફળી ખરીદીની ચૂકવણી: ₹31,941 કરોડ
-
કપાસ ખરીદીની ચૂકવણી: ₹17,759 કરોડ
-
વાર્ષિક લાભાર્થી ખેડૂતો: 2 લાખથી વધીને 14 લાખ થયા
-
ખરીદીના કુલ મૂલ્યમાં વધારો: 13 ગણો
-
પાકોની MSPમાં આશરે વધારો: 54% થી 127% સુધી
મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો
ગુજરાતની કૃષિ અર્થવ્યવસ્થામાં મગફળી અને કપાસનું વિશેષ મહત્વ છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાંથી 52.48 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને ₹31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે કપાસના વૈશ્વિક ભાવમાં ઘટાડાના સમયમાં પણ સરકાર દ્વારા 25.23 લાખ મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને ₹17,759 કરોડનું રક્ષણ કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ચણા અને તુવેરના વાવેતરમાં મોટો લાભ
રવિ પાકના મુખ્ય આધાર ગણાતા ચણાની 16.81 લાખ મેટ્રિક ટન ખરીદી સામે ખેડૂતોને ₹9,549 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મહત્વના પાક તુવેરની 4.97 લાખ મેટ્રિક ટન ખરીદી કરીને ₹3,222 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાયડો, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોની ખરીદીથી પણ હજારો નાના અને સીમાંત ખેડૂતોને સીધો લાભ મળ્યો છે.
10 વર્ષમાં ખેડૂતોની સંખ્યામાં 7 ગણો વધારો
વર્ષ 2016-17માં માત્ર 2.01 લાખ ખેડૂતો પાસેથી ₹1,775 કરોડની ખરીદી થઈ હતી. આજે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. વર્ષ 2025-26 દરમિયાન 14 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹23,800 કરોડ મૂલ્યની 32.54 લાખ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. ખેડૂતોની સંખ્યામાં 7 ગણો અને ખરીદીના મૂલ્યમાં 13 ગણો વધારો આ યોજનાની ભવ્ય સફળતાનો પુરાવો છે.
વાવેતર પહેલાં જ જાહેર થાય છે ટેકાના ભાવ
ખેડૂતોને પાક આયોજનમાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે MSPની જાહેરાત વાવેતર પહેલાં જ કરવામાં આવે છે. કૃષિ ખર્ચ અને ભાવ પંચ (CACP) દ્વારા બિયારણ, ખાતર, વીજળી, ડીઝલ અને મજૂરી સહિતના તમામ ખર્ચનો ઊંડો અભ્યાસ કરીને ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારનો દાવો છે કે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર આશરે 50 ટકા નફો મળી રહે તે રીતે જ ભાવ નક્કી થાય છે.
DBT અને ટેક્નોલોજીથી વધી પારદર્શિતા
ખરીદી પ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગથી વચેટિયા પ્રથા નાબૂદ થઈ છે. DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ચૂકવણી સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે. ઓનલાઈન નોંધણી અને SMS આધારિત વ્યવસ્થાના કારણે ખેડૂતોને હવે યાર્ડ કે કેન્દ્રો પર લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી.
વિવિધ પાકોની MSPમાં થયેલો નોંધપાત્ર વધારો:
છેલ્લા દાયકામાં વિવિધ પાકોના ટેકાના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે:
-
હાઈબ્રિડ જુવાર: 127% વધારો
-
બાજરી: 108% વધારો
-
મગફળી: 102% વધારો
-
કપાસ: 99% વધારો
-
સામાન્ય ડાંગર: 61% વધારો
-
ઘઉં: 59% વધારો
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોના મતે, ટેકાના ભાવે સમયસર ખરીદી અને સીધા ખાતામાં મળતી ત્વરિત ચૂકવણીના કારણે ખેતી ક્ષેત્ર પ્રત્યે યુવાનો અને ગ્રામીણ પરિવારોનો વિશ્વાસ વધ્યો છે, જેનાથી ગ્રામ્ય અર્થતંત્રને નવી મજબૂતી મળી છે.
-
