Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 6,822 કેસ આવ્યા સામે, 10,004 દર્દીઓ થયા સ્વસ્થ

Live TV

X
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના 6 હજાર 822 કેસ સામે આવ્યા છે. તો 10 હજાર 004 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આ તરફ,, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 128 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 98.36%એ પહોંચ્યો છે. આ તરફ રાજ્યમાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે.સોમવારે કોરોનાના નવા 38 કેસ નોંધાયા હતા.જ્યારે 37 દર્દીઓએ કોવિડને મ્હાત આપી હતી. નવા કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 10, વડોદરામાં 8,સુરતમાં 4, નવસારીમાં 4,વલસાડમાં 4,રાજકોટમાં 2, આણંદ-અરવલ્લી-ભાવનગર-ગાંધીનગર-મહીસાગર તેમજ મહેસાણામાં 1-1 કેસ નોંધાયો હતો તો દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ પણ આવી રહ્યા છે.અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના કુલ 21 કેસ નોંધાયેલા છે. જેમાં મહારાષ્ટ્રમાં કુલ 8, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં બે ગુજરાતમાં એક દિલ્હી અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયેલા છે.જેને પગલે ભારત સરકાર આરોગ્ય વિભાગ અને વિવિધ રાજ્ય સરકારોએ ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવી રહ્યો છે.હાઈરિસ્ક વાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું એરપોર્ટ પર જ ચેંકિંગ કરવામાં આવી રહ્યુ છે..આવા દેશોના મુસાફરોના ફરજિયાત RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply