Skip to main content
Settings Settings for Dark

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક

Live TV

X
  • પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: ગોધરા પંથકમાં બે માસૂમ બાળકોના મોત

    ચોમાસાની સીઝનની શરૂઆત થતાંની સાથે જ પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર જીવલેણ 'ચાંદીપુરા વાયરસ' એ માથું ઊંચક્યું છે. ગોધરા તાલુકામાં આ શંકાસ્પદ વાયરસના કારણે બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના વાલીઓ અને ગ્રામજનોમાં ફફડાટ અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકોના મોતના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડ પર આવી ગયું છે.

    તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને જંતુનાશક દવાનો છંટકાવ

    સ્થિતિની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત બંને ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. વાયરસનો ફેલાવો વધુ ન થાય તે માટે આ ગામોમાં મોટા પાયે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

    સેન્ડફ્લાય (રેતીની માખી) નાબૂદ કરવા તિરાડો પૂરવાની કામગીરી શરૂ

    આ વાયરસના ફેલાવા માટે જવાબદાર ગણાતી સેન્ડફ્લાય માખીના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા માટે તંત્રએ કમર કસી છે:

    કાચા મકાનોની દીવાલોમાં પડેલી તિરાડો (જ્યાં સેન્ડફ્લાય માખી ઈંડા મૂકે છે) તેને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ વિસ્તારોમાંથી 260 જેટલી જોખમી સેન્ડફ્લાય માખીઓ મળી આવી છે, જેને નષ્ટ કરવાની કાર્યવાહી કરાઈ છે.

    જિલ્લામાં 682 આરોગ્ય ટીમો ખડેપગે

    પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પ્રકોપને કાબૂમાં લેવા માટે અને ઘર-ઘર સર્વે કરવા માટે કુલ 682 જેટલી આરોગ્ય ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને બાળકોના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી રહી છે અને વાલીઓને જાગૃત કરી રહી છે.

    વાલીઓ માટે ખાસ સાવચેતીના પગલાં:

    બાળકોને આખી બાયના કપડાં પહેરાવો જેથી માખી કે મચ્છર કરડવાનો ભય ન રહે. ઘરની આસપાસ કચરો કે ભેજ જમા ન થવા દો. જો બાળકને અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય કે બેભાન જેવી સ્થિતિ જણાય, તો સમય બગાડ્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply