Skip to main content
Settings Settings for Dark

પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • કોરોના મહામારીના વિકટ સમયમાં લોહીની અછત ન સર્જાય હેતુથી રાજ્યભરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ રક્ત દાન શિબિરનું આયોજન કરી રહી છે. જે અંતર્ગત પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંઘચાલક નિખિલભાઈ ખમાર, નગર સંઘચાલક,  ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ, મહેસાણા વિભાગ સંઘચાલક સહિત અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. કેમ્પમાં બપોરે 12 વાગે સુધીમાં ૩૧ બોટલ્સ રકતદાન થયું હતું.  તો ૩ બોટલ્સ પ્લાઝમા પણ મળ્યું હતું. કેમ્પ દરમિયાન સંઘના અગ્રણીઓ દ્વારા 18થી 45 વયજૂથના લોકો રસીકરણ પહેલા રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. તો રકતદાન કરીને જતાં યુવાઓને સંઘ દ્વારા એક માટીનું કૂંડું અને પક્ષીઓ માટે માટીનું ઘર પણ આપવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply