રાજકોટ: આરોગ્ય તંત્રએ રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર પ્રવેશ મેળવતા મુસાફરોના કોરોના ટેસ્ટ શરૂ કર્યા
Live TV
-
ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં કોરોનાના કેસોએ ફરી માથું ઉચક્યું છે. જેને ધ્યાને લઇ રાજકોટનું પ્રશાસન અને આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. રોજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર પ્રવેશ મેળવતા મુસાફરોના કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે રાજકોટના રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર અનેક મુસાફરો બીજા રાજ્યોમાંથી આવે છે. જેથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અન્ય રાજ્યમાંથી રાજકોટ શહેરમા પ્રવેશતા તમામ મુસાફરોના રેલવે સ્ટેશન પરજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે જો કોઇ મુસાફરનો રિપાર્ટ કોરોના પોઝિટિવ જણાશે તો તાત્કાલિક તેને કવોરન્ટાઈન કરવામાં આવશે.
