Skip to main content
Settings Settings for Dark

વિશ્વ થેલેસેમિયા દિવસે સર ટી. હોસ્પિટલમાં બાળ દર્દીઓને સ્ટડી કિટ વિતરણ

Live TV

X
  • વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન થેલેસેમિયા પીડિત 25થી વધુ બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સ્ટડી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાલીઓને લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટિંગ કરાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળરોગ વિભાગના વડા ડૉ. મેહુલ એમ. ગોસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    ડૉ. ગોસાઈએ જણાવ્યું હતું કે થેલેસેમિયા સામેની લડાઈમાં વહેલી તપાસ અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે. તેમણે દરેક યુગલને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટિંગ કરાવવાની અપીલ કરી હતી જેથી ભવિષ્યમાં થેલેસેમિયા મુક્ત સમાજનું નિર્માણ થઈ શકે.

    આ પ્રસંગે જીવરાજભાઈ મારુ અને તેમના સંબંધી વિશાલભાઈ દ્વારા સ્વ. કૃષ્ણાની સ્મૃતિમાં બાળકોને સ્ટડી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ. કૃષ્ણા છેલ્લા 18 વર્ષથી સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી હતી અને થોડા સમય પહેલાં તેમનું અવસાન થયું હતું. તેમની યાદમાં કરવામાં આવેલ આ સેવાકીય કાર્યે ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા હતા.

    કાર્યક્રમમાં એડિશનલ ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. અશોક વાળા, આર.એમ.ઓ. ડો. તૃષાર આદેશરા તથા ડો. અલ્પાબેન પારેખ સહિતના તબીબો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન ડો. મેહુલ ગોસાઈ અને ડો. મૈત્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકો અને વાલીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply