અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવા માટે G-7 દેશોની મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાશે
Live TV
-
અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવા માટે આજે G-7 દેશોની મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાશે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત તમામ સભ્ય દેશોના નેતાઓ ભાગ લેશે. આ નેતાઓ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અને અફઘાન નીતિ પર સમન્વય યથાવત રાખવા પર ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત પોતાના નાગરિકો, મદદગાર અફઘાનો અને અન્ય અશસક્ત અફઘાન નાગરિકોને સુરક્ષિત બહાર નીકાળવા પર ચર્ચા વિચારણા કરાશે. G-7 દેશોના નેતાઓ અફઘાન શરણાર્થીઓને માનવીય સહાય આપવા અંગે પણ વિચાર વિમર્સ કરશે.
