Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારની ઘટનામાં 20ના મોત

Live TV

X
  • ઓહિયોમાં પણ ગોળીબારની ઘટનામાં 15 લોકોને ઈજા

    ટેક્સાસની દક્ષિણી આવેલા શહેર અલ પાસોના એક શોપિંગ મોલમાં ૨૧ વર્ષીય પેટ્રિક ક્રુજિયસ નામના બંધૂકધારીએ સ્ટોરમાં ખરીદી કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી..આ ઘટનામાં જેમાં ૨૦ લોકો માર્યા ગયા હતા. અલ પાસો પોલીસ પ્રમુખ ગ્રેગ એલને જણાવ્યુ કે આ ઘટનામાં ૨૬ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે પેટ્રિક ક્રુજિયસની અટકાયત કરવામાં આવી છે. ગોળીબાર થતા મોલમાં ખરીદી કરી રહેલા લોકોમાં નાસભાગ મચી હતી અને લોકો જીવ બચાવવા માટે જ્યાં આડશ મળ્યું ત્યાં સંતાઈ જવા લાગ્યા હતા હુમલાખોરને ઈરાદો વધારેમાં વધારે લોકોને મારી નાખવાનો હતો તે સ્પષ્ટ હતું. પોલીસે ઉમેર્યું કે હુમલાખોરે શહેરનો સૌથી વધારે વ્યસ્ત મોલને પસંદ કર્યો હતો. પોલીસ અને સ્વાતના અધિકારીઓએ આ વિસ્તારને ખાલી કરાવી દીધો હતો અને લોકોને તેનાથી દૂર રહેવાની સલાહ આપી હતી.અમેરિકામાં 24 કલાકમાં ગોળીબારની બે ઘટના બની છે..સમગ્ર મામલે એફબીઆઈ તપાસ કરી રહી છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply