Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રાષ્ટ્રપતિ જો બાઈડનનો રિપોર્ટ નેગેટિવ

Live TV

X
  • વ્હાઇટ હાઉસે શુક્રવારે જાહેરાત કરી હતી કે, જી-20 સમિટમાં ભાગ લેવા માટે તેઓ 7 સપ્ટેમ્બરે ભારત આવશે.

    અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જીલ બાઈડનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જીલ બાઈડન છેલ્લે ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેનને જુલાઈ 2022માં કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજી તરફ,  અમેરિકન રાષ્ટ્રપતિ જી-20 સમિટ માટે આવશે કે નહી તે બાબતે હજુ સુધી વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. આ અગાઉ બાઈડને કહ્યું હતું કે તેઓ ભારત આવવા માટે ઉત્સુક છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે જાહેરાત કરી હતી કે, જી-20 સમિટમાં ભાગ લેવા માટે તેઓ 7 સપ્ટેમ્બરે ભારત આવશે.

    નોંધનીય છે કે આ વર્ષે G20 જૂથનું પ્રમુખપદ ભારત પાસે છે અને આ જૂથની સમિટ આ સપ્તાહે 9 અને 10 સપ્ટેમ્બરે ભારતની રાજધાની દિલ્હીમાં યોજાઈ રહી છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત નહીં આવે તેવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply