અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ હુમલાને અનૈતિક ગણાવ્યો
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઇડને રશિયા દ્વારા યુક્રેન ઉપર કરવામાં આવી રહેલા હુમલાને અનૈતિક ગણાવ્યો છે.રશિયા દ્વારા યુક્રેન ઉપર કરવામાં આવી રહેલા હુમલાને એક તરફી ગણાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઇડને કહ્યું કે રશિયાએ આ માટે ઘણા દિવસોથી તૈયારી શરૂ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા પર સહયોગી રાષ્ટ્રો સાથે મળીને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે જેથી રશિયાનું સૈન્ય અભિયાન નબળુ પડી શકે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઇડને કહ્યું કે અમેરિકામાં રશિયન સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઇડને નાટોના યુધ્ધમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો. આ દરમિયાન કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટીન ટ્રુડોએ રશિયાની કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણ કહ્યું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય સંધિઓ અને નિયમોનું ઉલ્લંઘન કર્યૂ છે. રશિયાએ દુનિયાની શાંતિ ભંગ કરી છે સાથે યૂરોપીય દેશોની સુરક્ષાને જોખમમાં પણ મૂકી છે. કેનેડા પોતાના સહયોગી દેશોની સાથે મળીને રશિયા સામે કડક પગલાઓ ભરી રહ્યાં છે અને કેનેડા યુક્રેનની જનતા સાથે ઉભું છે.
