અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના ફાઉન્ડર ટીમ કૂકને આપી ચેતવણી
Live TV
-
ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન ન બનાવવા આદેશ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી. તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર.
ટ્રમ્પે અગાઉ એપલના સીઈઓ ટીમ કૂક સાથે ચર્ચા કરી ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. તેમજ અમેરિકામાં જ આઈફોનનું ઉત્પાદન કરવા સલાહ આપી હતી. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના પગલાં લઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા સલાહ આપતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલની પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે પોતાનું જોઈ લેશે.
