Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થીનીના મોત પર હસનારા પોલીસકર્મીની ઘટનાની ભારતીય દૂતાવાસે નિંદા કરી

Live TV

X
  • અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થીનીના મોત પર હસનારા પોલીસકર્મીની ઘટનાની ભારતીય દૂતાવાસે નિંદા કરી

    અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થીનીના મોત પર હસનારા પોલીસકર્મીની ઘટનાની ભારતીય દૂતાવાસે નિંદા કરી છે. આ મામલે ભારતે અમેરિકા પાસે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ ઘટના જાન્યુઆરીની છે જ્યારે 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીને પુરપાટ ઝડપે આવી રહેલી પોલીસની કારે જોરદાર ટક્કર મારી હતી, આ બાદ બોડીકેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પોલીસકર્મી આ વિદ્યાર્થીનીના મોત પર હસતા જોવા મળી રહ્યા છે. જ્હાન્વી અમેરિકાના સિએટલમાં નોર્થઈર્સ્ટન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી. 

    અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુએ વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરે આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો અને કંડુલાની હત્યા અને વોશિંગ્ટન રાજ્યના સિએટલમાં પોલીસ અધિકારીના અત્યંત અસંવેદનશીલ વલણ પર તાત્કાલિક પગલાં લેવાની માગણી કર્યા પછી અમેરિકી સરકાર એક્શનમાં આવી છે. 

    સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC) એ વીડિયોમાં સંભળાયેલી વાતચીતને ‘આઘાતજનક અને અસંવેદનશીલ’ ગણાવી હતી. સીપીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સિએટલના લોકો પોલીસ વિભાગ પાસેથી વધુ સારા વર્તનની અપેક્ષા રાખે છે, જે સમુદાયો વચ્ચે વિશ્વાસ વધારવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો આરોપ છે.” આ વીડિયોને તપાસ માટે ઓફિસ ઑફ પોલીસ એકાઉન્ટેબિલિટી (OPA)ને મોકલવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply