Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ઝડપાયો નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી

Live TV

X
  • પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ કરાઈ છે.

    અમેરિકી અધિકારીઓએ 4 જુલાઈ, 2025 ના રોજ ભારત સરકારને આ અંગે જાણ કરી છે. આ ધરપકડ ભારતની બે મુખ્ય તપાસ એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતીઓના આધારે થઈ છે. ભારત સરકાર નેહલ મોદીને શક્ય તેટલી વહેલી તકે દેશમાં લાવીને કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે.

    નેહલ મોદી PNB કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી માટે કાળા નાણાંને સફેદ કરવામાં અને છુપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ વોન્ટેડ હતો. ED અને CBI ની તપાસમાં સામે આવ્યું છે કે નેહલ મોદીએ અનેક શેલ કંપનીઓ દ્વારા વિદેશમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. તેનો મુખ્ય હેતુ છેતરપિંડી દ્વારા કમાયેલા નાણાંને તપાસથી દૂર રાખવાનો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply