અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાડવામાં આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, અમે પણ ટિકટોક પર પ્રતિબંધ મુકી શકીએ છીએ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેઓ ટિકટોક એપ પર પ્રતિબંધ માટે વિચારણાં કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, અમે પણ ટિકટોક પર પ્રતિબંધ મુકી શકીએ છીએ. અમુક પણ અન્ય વિકલ્પો છે. અમારી આ વિશે વિચારણાં ચાલું છે, પરિણામ માટે થોડી રાહ જોવી પડશે.
ટ્રમ્પ આ પહેલાં પણ ઘણીવાર ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની વાત કરી ચૂક્યા છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને અન્ય મોટા ઓફિસર પણ આ વિશે વાત કરી ચૂક્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટિકટોકથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. તે લોકોની અંગત માહિતી ચીનને મોકલે છે.
