અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી, ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત
Live TV
-
શનિવારે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023માં લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં આગ લાગતાં વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સના વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી. આ ઘટના બાદ વિમાનને રનવે પર રોકી દેવામાં આવ્યું હતું અને તેમાં સવાર 179 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
શનિવારે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023માં લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં આગ લાગતાં વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, બોઇંગ 737 મેક્સ વિમાન ડેનવરથી મિયામી જઈ રહેલા રનવે 34L પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનના ટાયરમાં સમસ્યા આવી હતી, જેના કારણે વિમાનને રનવે પર રોકવું પડ્યું હતું. ડેનવર એરપોર્ટે પુષ્ટિ કરી કે, તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ઘટનાસ્થળે પાંચ લોકોનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર નહોતી. જોકે ગેટ પર રહેલા એક વ્યક્તિને નાની ઇજાઓ થતાં તેને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
FAAએ ઘટનાની તપાસ શરૂ કરી
FlightAware મુજબ ફ્લાઇટ ગેટ C34થી બપોરે 1:12 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ 2:45 વાગ્યે ટેકઓફ દરમિયાન સંભવિત લેન્ડિંગ ગિયર ઘટના અંગે માહિતી મળી. મુસાફરોને બસો દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી છે.અમેરિકન એરલાઇન્સે પાછળથી પુષ્ટિ કરી કે, વિમાનમાં ટાયરને લગતી જાળવણી સમસ્યા હતી, જેના કારણે તેને સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે અને તેમની જાળવણી ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે સાંજે ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તેઓએ વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયો
તમને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રનવેની વચ્ચે ઉભેલા વિમાનના ટાયરમાં આગ લાગી છે અને મુસાફરો ગાઢ ધુમાડા વચ્ચે વિમાનમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે.





