Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં હવાઇના જંગલોમાં ભીષણ આગ, 36થી વધુ લોકોનાં નીપજ્યા મોત

Live TV

X
  • અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગને પગલે 36થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વિકરાળ આગને પગલે હજારો લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે.

    જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે લાહિના શહેરના કેટલાક વિસ્તારો બાળીને ખાક થઇ ગયા હતાં. લાહિનાની આગ સમગ્ર દ્વીપમાં ફેલાઇ ગઇ હતી. માઉઇ કાઉન્ટીએ જારી કરેલા નિવેદન અનુસાર આગમાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત થયા છે. કાઉન્ટીએ જારી કરેલા નિવેદન અનુસાર દક્ષિણની તરફથી પસાર થઇ રહેલા તોફાનને કારણે જંગલમાં લાગેલી આગ તીવ્ર બની હતી. આ આગને કારણે અનેક કારો બળીને ખાક થઇ ગઇ હતી. અનેક ઐતિહાસિક ઇમારતો પણ બળી ગઇ છે. સત્તાવાર નિવેદન અનુસાર આગને પગલે 271 ઇમારતોને નુકસાન થયું છે. 

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું છે કે તેમણે તમામ ઉપલબ્ધ ફેડરલ એજન્સીઓને મદદ કરવાનો આદેશ આપ્યો છે. હવાઇ નેશનલ ગાર્ડે માઉઇ પર આગ પર અંકુશ મેળવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આગમાં લોકો પોતાના ઘરો, બિઝનેસ અને સમુદાયોને નાશ પામતા જોયા છે. અમારી પ્રાર્થના તે સૌ સાથે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply