અમેરિકામાં ‘ગ્રીન કાર્ડ’ મેળવવું હવે વધુ મુશ્કેલ
Live TV
-
અમેરિકામાં ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસ મેળવવા ઇચ્છતા લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે.
ટ્રમ્પ પ્રશાસને ‘પબ્લિક ચાર્જ’ નિયમની વ્યાખ્યા વિસ્તારી છે. નવા નિયમ મુજબ સરકારી આરોગ્ય સેવા, ફૂડ સ્ટેમ્પ, આવાસ સહાય અથવા અન્ય નાણાકીય સહાયનો લાભ લેતા અરજદારોના કેસને અસર થઈ શકે છે.યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)નો નવો નિયમ 18 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નિયમ ખાસ કરીને ગ્રીન કાર્ડ માટે ફોર્મ I-485 દ્વારા અરજી કરનારાઓને અસર કરશે.
અધિકારીઓ અરજદારની ઉંમર, આરોગ્ય, પારિવારિક અને આર્થિક સ્થિતિ, શિક્ષણ તથા ભવિષ્યમાં સરકારી સહાય પર નિર્ભર થવાની સંભાવનાને ધ્યાનમાં લેશે. જરૂર જણાય તો અરજદારને ‘પબ્લિક ચાર્જ બોન્ડ’ જમા કરાવવાનું પણ કહેવામાં આવી શકે છે.ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, નવા નિયમથી અધિકારીઓને ગ્રીન કાર્ડની અરજીઓ મંજૂર કે નામંજૂર કરવા માટે વધુ સત્તા મળશે. આ નિર્ણયથી ભારતીય પ્રવાસીઓ પર પણ અસર થવાની શક્યતા છે.
