અમેરિકા અને તાઈવાને વેપાર સોદા પર કર્યા હસ્તાક્ષર
Live TV
-
અમેરિકા અને તાઈવાને વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા છે અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા અને તાઈવાનમાં અમેરિકી નિકાસ વધારવા માટે સમજૂતી કરી છે.
આ સપ્તાહના અંતે સિંગાપોરમાં યોજાનારી ઉચ્ચસ્તરીય વૈશ્વિક સુરક્ષા પરિષદ અગાઉ આ કરાર કરવામાં આવ્યા છે. તાઈવાન સરકારે આ કરારને 1979 પછી અમેરિકા સાથે કરાયેલો સૌથી વ્યાપક વેપાર કરાર ગણાવ્યો છે. દરમિયાન, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે અમેરિકાને ચેતવણી આપી છે કે ચીનના તાઈવાન ક્ષેત્ર પરના સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને સત્તાવાર કોઈપણ કરાર પર હસ્તાક્ષર કરવા સામે વાંધો છે.
અમેરિકાએ વેપારના નામે તાઈવાનનાં દળોને ખોટા સંકેતો ન મોકલવા જોઈએ. તાજેતરના વર્ષોમાં, અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુને વધુ તંગ બન્યા છે.
