Skip to main content
Settings Settings for Dark

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લંબાવાયો, તેહરાન દરખાસ્ત લાવે પછી જ વાત થશે: US

Live TV

X
  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) ને લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ ઈરાન પર લાદવામાં આવેલી સખત નૌકાદળની ઘેરાબંધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સરકાર એક 'યુનાઈટેડ પ્રપોઝલ' (સંયુક્ત દરખાસ્ત) રજૂ નહીં કરે, ત્યાં સુધી વાટાઘાટો આગળ વધશે નહીં.

    અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) ને લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ ઈરાન પર લાદવામાં આવેલી સખત નૌકાદળની ઘેરાબંધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સરકાર એક 'યુનાઈટેડ પ્રપોઝલ' (સંયુક્ત દરખાસ્ત) રજૂ નહીં કરે, ત્યાં સુધી વાટાઘાટો આગળ વધશે નહીં.

    ટ્રમ્પનો કડક સંદેશ
    ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન સરકાર આંતરિક રીતે વિખરાયેલી છે. પાકિસ્તાન નેતૃત્વની વિનંતી અને ઈરાનની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને હુમલો હાલ પૂરતો ટાળવામાં આવ્યો છે. જોકે, તેમણે ચેતવણી આપી છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકી સૈન્ય હુમલો કરવા માટે 'સજ્જ' છે.

    વાટાઘાટો પર અનિશ્ચિતતાના વાદળો
    આ જાહેરાત બાદ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પોતાની ઇસ્લામાબાદની મુલાકાત રદ કરી દીધી છે, જ્યાં ઈરાન સાથે બીજા રાઉન્ડની મંત્રણા થવાની હતી. બીજી તરફ, ઈરાને શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા દરિયાઈ ઘેરાબંધી નહીં હટાવે ત્યાં સુધી તેઓ ચર્ચામાં જોડાશે નહીં. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાની આ ઘેરાબંધીને 'યુદ્ધ સમાન કૃત્ય' ગણાવ્યું છે.

    વૈશ્વિક તેલ બજાર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
    ૨૮ ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ સંઘર્ષે વૈશ્વિક ઉર્જા બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જ્યાં સુધી બ્લોકેડ ચાલુ રહેશે ત્યાં સુધી તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (જે વિશ્વના ક્રૂડ સપ્લાય માટે અત્યંત મહત્વનો માર્ગ છે) ખોલશે નહીં અને જરૂર પડ્યે બળપ્રયોગ કરીને ઘેરાબંધી તોડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply