અમેરિકી રાષ્ટ્રપતિનો પર્યાવરણની રક્ષા કરવાની દિશામાં સંઘીય એજન્સીઓને કાર્ય કરવાનો આદેશ
Live TV
-
જળવાયુ પરિવર્તનને કારણે ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલ લોકોનું જીવન સુધારવાનો આદેશ.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને શુક્રવારના રોજ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. જેમાં ઝેરીલા પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને કારણે ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલ લોકોનું જીવન સુધારવા અને પર્યાવરણની રક્ષા કરવાની દિશામાં સંઘીય એજન્સીઓને કાર્ય કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આદેશમાં સરકારની કોશિશોનો સમન્વય કરવા માટે વ્હાઈટ હાઉસમાં એક પર્યાવરણ ન્યાય કાર્યાલય સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સંઘીય સંસ્થાન તરફથી ઝેરીલા પદાર્થ છોડવામાં આવે તો તે પરિસ્થિતિમાં સંઘીય એજન્સીઓના સમુદાયને સૂચિત કરવાનું રહેશે.
