અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ તપાસની પ્રક્રિયા શરૂ
Live TV
-
આ કેસની અધ્યક્ષતા કરનાર અમેરીકી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટ એ જયુરી સભ્યોને શપથ અપાવ્યા હતાં
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભીયોગ તપાસની પ્રક્રિયા ઐાપચારીક રીતે શરૂ થઇ છે. કેસ માટે અમેરીકી સેનેટના સભ્યોને જયુરીના સભ્યના રૂપમાં કાર્ય કરવાના શપથ લેવડાવ્યા હતાં. આ કેસની અધ્યક્ષતા કરનાર અમેરીકી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટ એ જયુરી સભ્યોને શપથ અપાવ્યા હતાં. જયુરી આ પ્રક્રિયામાં મુખ્ય ભુમિકા ભજવશે. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ એડમ શિફે 18 ડિસેમ્બરે પ્રતિનિધિ સભા દ્વારા ટ્રમ્પ વિરુધ્ધ પસાર કરેલા બે આરોપ સત્તાનો દુરઉપયોગ અને કોંગ્રેસના કામમાં વિપેક્ષ ઉભો કરવાનો આરોપ વાચ્યો હતો. મહાભિયોગના નિયમો હેઠળ રાષ્ટ્રપતિને દોષી ઠરાવવા અને પદ ઉપરથી દુર કરવા ગૃહમાં બે-તૃતિયાંશ મતની જરૂર પડે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરુધ્ધ લાગેલા આરોપોને ફગાવી દેતા કહયું કે અમેરીકી સેનેટમાં તેમનો મહાભિયોગનો કેસ વધુ સમય સુધી ચાલશે નહી.
