Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલના પાડોશી દેશો ઇરાન અને ઈરાક સમેત અન્ય 22 જેટલા ઇસ્લામીક સ્ટેટે હમાસને સમર્થન કર્યું

Live TV

X
  • ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશો ઇરાન અને ઈરાક સમેત અન્ય 22 જેટલા ઇસ્લામીક સ્ટેટ હમાસને સમર્થન કરી રહ્યા છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. ઇઝરાઈલ દ્વારા ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી અને ઇંધણ જેવી જીવનજરુરી ચીજવસ્તુઓ આપવાની બંધ કરવામાં આવી છે. ઇઝરાયલના આ પગલાને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામીક કન્ટ્રીસ દ્વારા આ પગલાને  માનવતા વીરોધી ગણાવામાં આવ્યું છે. ઈઝરાયેલ સતત દાવો કરી રહ્યું છે કે હમાસને ઈરાન પાસેથી હથિયાર બનાવવાની ટેક્નોલોજી મળી છે અને  તમામ ઈસ્લામિક દેશો હમાસને ફંડ આપે છે. સૌથી મોટું નામ કતાર છે. અહેવાલો અનુસાર એકલા કતારે હમાસને $1.8 બિલિયનથી વધુની મદદ કરી છે. હમાસના સમગ્ર વિશ્વમાં સમર્થકો છે, અને તે તેને સારી રકમનું દાન પણ કરે છે. આંતકી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધના ઓપરેશનને 'અલ અક્સા સ્ટોર્મ' નામ આપ્યું છે. તો બીજી તરફ યુએસએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે યુદ્ધમાં હમાસને મદદ કરશે તો તેણે તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે. તો આ તરફ ઇઝરાયલના ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામીક કન્ટ્રીસની એક મીટીંગ મળી રહી છે. જેના મુખ્ય મુદ્દાઓ ઇઝરાયલને ઘેરવાના અને ગાઝા પટ્ટીમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવાની માંગ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply