Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલે સીરિયાના દરિયાકાંઠાના પ્રાંતોમાં લશ્કરી સ્થળો પર હુમલો કર્યો

Live TV

X
  • ઇઝરાયલે સીરિયાના દરિયાકાંઠાના પ્રાંત ટારટસ અને લતાકિયામાં અનેક લશ્કરી સ્થળો પર હવાઈ હુમલા કર્યા

    ઇઝરાયલે સીરિયાના દરિયાકાંઠાના પ્રાંત ટારટસ અને લતાકિયામાં અનેક લશ્કરી સ્થળો પર હવાઈ હુમલા કર્યા, જેમાં ભૂતપૂર્વ વિશેષ દળોનું મુખ્ય મથક અને નાગરિક વિસ્તારોની નજીક સ્થિત લશ્કરી થાણાઓનો સમાવેશ થાય છે.

    બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટર સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, ટારટસમાં હવાઈ હુમલામાં અગાઉ ખાસ દળો દ્વારા ઉપયોગમાં લેવાતી લશ્કરી સુવિધા તેમજ અલ-વુહૈબ ઔદ્યોગિક ક્ષેત્ર અને અલ-બ્લાટ્ટા બેરેકમાં સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    ઇઝરાયલી યુદ્ધવિમાનોએ જબાલેહ ગ્રામીણ વિસ્તારમાં જામા ગામ, તેમજ મીના અલ-બાયદા બંદર વિસ્તાર અને પડોશી લતાકિયા પ્રાંતમાં 107મા બ્રિગેડ બેઝ પર હુમલો કર્યો.

    ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તાજેતરમાં પ્રધાનમં6ી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણમંત્રી ઇઝરાયલ કેટ્ઝ દ્વારા નવા લક્ષ્યોને અધિકૃત કરવામાં આવ્યા છે.

    ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે ઇઝરાયલે વર્ષની શરૂઆતથી સીરિયા પર 52થી વધુ હુમલા કર્યા છે, જેમાં 44 હવાઈ હુમલા અને આઠ ભૂમિ હુમલા કર્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply