ઇટલીમાં મૃતકોની સંખ્યા 7,503ને પણ પાર, સંક્રમણના 74 હજારથી પણ વધારે કેસ
Live TV
-
સ્પેનમાં 3 હજાર , 474 થી પણ વધુ મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ કોરોના વાયરસે એક હજાર 29 લોકોનો ભોગ લીધો છે. અમેરિકામાં સંકમણના કુલ 68 હજાર કેસ નોંધાયા છે. સ્થિતિની ગંભીરતા જોતાં અમેરિકી સેનેટે બે ટ્રિલિયન ડોલરના કોરોના રાહત ભંડોળ વિધેયકને મંજૂરી આપી દીધી છે.
વિશ્વભરમાં કોરોના વાયરસ હજી પણ , આતંકિત કરી રહ્યો છે. કુલ કેસોની સંખ્યા 4 લાખ ,40 હજારની પાર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 21 હજાર સુધી પહોંચી છે. ઈટાલીમાં જ ,મૃતકોની કુલ સંખ્યા 7 હજાર ,503 સુધી પહોંચી છે. ઇટાલીમાં સંક્રમણના 74 હજાર કેસ નોંધાયા છે. જયારે સ્પેનમાં 3 હજાર , 474 થી પણ વધુ મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ કોરોના વાયરસે એક હજાર 29 લોકોનો ભોગ લીધો છે. અમેરિકામાં સંકમણના કુલ 68 હજાર કેસ નોંધાયા છે. સ્થિતિની ગંભીરતા જોતાં અમેરિકી સેનેટે બે ટ્રિલિયન ડોલરના કોરોના રાહત ભંડોળ વિધેયકને મંજૂરી આપી દીધી છે. 192 દેશો , અને પ્રદેશોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. કુલ કેસોમાંથી 29.21 ટકા દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. ઈટાલીએ પણ મૃત્યુની સંખ્યા વધતા , લૉક-ડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, સ્પેનમાં કોરોનાથી મૃત્યુદર , ઈટાલી કરતા પણ વધુ હોવાથી ચિંતાનો વિષય બની રહ્યો છે. યુકેમાં પણ મૃત્યુ આંક 465 થયો છે. પ્રિન્સ ચાલ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના અહેવાલોને સમર્થન મળી રહ્યું છે. સ્પેનના નાયબ પ્રધાનમંત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થતાં ક્વોરોન્ટાઇન થયા છે.
