ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ બની રહ્યું છે વધુને વધુ ઉગ્ર
Live TV
-
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ બની રહ્યું છે વધુને વધુ ઉગ્ર, ઈઝરાયેલે કહ્યું, ગાઝા પર વધુ તેજ કરીશું હુમલા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ઈઝરાયલી આર્મી સંપૂર્ણ ગાઝાને તહેસનહેસ કરી નાખ્યો છે. ઈઝરાયલી સેનાએ પોતાના હુમલામાં દાવો કર્યો છે કે આગળના તબક્કામાં થોડા ફોરફાર જોવા મળશે. ઈઝરાયલ આર્મીના પ્રવક્તાએ ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધનો આવનારો તબક્કો કલ્પના પણ ના કરી હોય તેવો હશે. બીજી તરફ હમાસ તરફથી થઈ રહેલા હુમલાને ધ્યાને રાખી ઈઝરાયલી વિદેશ મંત્રીએ દુનિયાભરના દેશોને ઈઝરાયલને સમર્થન આપવા અપીલ કરી હતી. સાથે જ હમાસને ચેતવણી આપવામાં આવી છે કે જે પણ ઈઝરાયેલી કે અન્ય કોઈ દેશના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે તેમને તાત્કાલિક છોડવામાં આવે. આ વચ્ચે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરસે ગાઝા પટ્ટીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક, અવરોધ વિનાની માનવતાવાદી સહાય માટે અપીલ કરી છે. એન્ટોનિયો ગુટેરસે ઇજિપ્તના વિદેશમંત્રી સમેહ શૌકરી સાથે ગઈકાલે માનવતાના આધારે તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂક્યો. આ તરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના નિરાકરણ માટે મિસ્રની રાજધાની કાહિરામાં આંતરરાષ્ટ્રીય નેતાઓનું શિખર સંમેલન યોજાવામાં આવ્યું. આ સંમેલન પછી કોઈ સયુંક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યુ ન હતું. બ્રાઝીલના વિદેશમંત્રીએ કહ્યું કે ઈઝરાયલ-ફિલિસ્ટિની ઘર્ષણ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે.
