ઈઝરાયલ-હમાસના સંઘર્ષ વચ્ચે રફાહ ક્રોસિંગ ખોલવામાં આવી, બે અઠવાડિયાના લાંબા સમય બાદ આજે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચવાની શરૂઆત થઇ
Live TV
-
ઈઝરાયલ-હમાસના સંઘર્ષ વચ્ચે રફાહ ક્રોસિંગને ખોલવામાં આવી છે. રફાહ ક્રોસિંગથી 20 ટ્રકોનો કાફલો ગાઝા પટ્ટીમાં પહોંચ્યો
બે અઠવાડિયાના લાંબા સમય બાદ આજે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચવાની શરૂઆત થઇ ગઈ છે. ઈઝરાયલ-હમાસના સંઘર્ષ વચ્ચે રફાહ ક્રોસિંગને ખોલવામાં આવી છે. રફાહ ક્રોસિંગથી 20 ટ્રકોનો કાફલો ગાઝા પટ્ટીમાં પ્રવેશ્યો.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરસે ગાઝા પટ્ટીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક, અવરોધ વિનાની માનવતાવાદી સહાય માટે અપીલ કરી હતી. એન્ટોનિયો ગુટેરસે ઇજિપ્તના વિદેશમંત્રી સમેહ શૌકરી સાથે ગઈકાલે માનવતાના આધારે તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ખોરાક, પાણી, દવાઓ અને ઈંધણની મોટા પાયે જરૂર છે અને તેની જાળવણી કરવી પણ જરૂરી છે.
બીજી તરફ યુદ્ધમાં હમાસે બંધક બનાવેલ અમેરિકાના માતા-પુત્રીને મુક્ત કર્યા છે. 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં આતંકવાદી હુમલા દરમિયાન બંધક માતા અને પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું કે, બંનેને ઈઝરાયેલના આર્મી સેન્ટરમાં લઈ જવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ કાર્યમાં મદદ કરવા માટે કતાર અને ઈઝરાયેલની ભાગીદારીનો આભાર માન્યો હતો.
ઇઝરાયેલ અને યુએસ અધિકારીઓએ 200 અન્ય બંધકોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ રાખવાનું વચન આપ્યું છે. આ અપહરણ કરાયેલા બંધકો લગભગ 40 દેશોના છે. જો કે, હમાસે કહ્યું કે તેણે કતાર સરકાર સાથેના કરાર હેઠળ બંધકોને મુક્ત કર્યા છે. અન્ય બંધકોના સંબંધીઓએ પણ તેમની મુક્તિ માટે અપીલ કરી છે.
