ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી; તેહરાન છોડવાની સલાહ
Live TV
-
ઈરાન-ઇઝરાયલ વચ્ચે વધી રહેલી તણાવભરી સ્થિતિને પગલે ભારતીય દુતાવાસે વધુ એક એડવાઇઝરી જારી છે અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે પશ્ચિમ એશિયામાં એક નવું સંકટ ઉભું કર્યું છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે તેના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે તેહરાનની બહાર સલામત સ્થળે જવાની સલાહ આપી છે.
સાવધાની રાખવાની અપીલ
જોકે, અગાઉ દૂતાવાસે ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી હતી અને તેમને સાવધ રહેવા વિનંતી કરી હતી. દૂતાવાસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને વિનંતી છે કે તેઓ તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનું સ્થાન અને સંપર્ક નંબર પ્રદાન કરે. કૃપા કરીને સંપર્ક કરો: +989010144557; +989128109115; +989128109109
