ઉત્તર અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા ડેપ્યુટી ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટમાં 15ના મોત
Live TV
-
ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મસ્જિદ નબાવીમાં ગઇકાલે થયેલા વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા અને 50 લોકો ઘાયલ થયા. કાર્યકારી પ્રાંતીય ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટ થયો હતો. ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર 6 જૂને પ્રાંતીય ગવર્નર નિસાર અહમદ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
આત્મઘાતી હુમલામાં અહમદના ડ્રાઈવર પણ માર્યો ગયો હતો અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ આ ઘટનાની નિંદા કરી છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ હુમલો માનવતા અને ઈસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ છે.
