ઑસ્ટ્રેલિયાના PMએ ગુજરાતીમાં કહ્યું નમસ્કાર અને દિવાળીની શુભકામનાઓ પાઠવી
Live TV
-
દેશ જ નહિ વિદેશમાં પણ દિવાળીના દીપ પ્રગટાવાયા. કેનેડાના PM ટ્રુડોએ દીપ પ્રગટાવી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા, ઓસ્ટ્રેલિયન PMએ કહ્યું- આ વર્ષે દિવાળી સંદેશનું 'વિશેષ મહત્ત્વ' છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ લખ્યુ છે કે, દિવાળી આપણને યાદ અપાવે છે કે સત્ય, પ્રકાશ અને સારાપણાનો હંમેશાં વિજય થાય છે. હું આશાવાદી સંદેશ અને આ મહત્ત્વપૂર્ણ તહેવાર મનાવવા માટે સાંજે વર્ચ્યુઅલ ઉજવણીમાં જોડાયો હતો. સૌને દિવાળીની શુભકામનાઓ.' તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, આ વર્ષે આ તહેવારનો સંદેશો 'વિશેષ મહત્ત્વ' ધરાવે છે, તાજેતરમાં જારી કરાયેલા એક વિડિયો સંદેશમાં વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે "અંધકારને નાબૂદ કરવાની કલ્પનાને આપણે સૈદ્ધાંતિક માનતા આવ્યા, આપણા માટે " આ વર્ષે દીપાવલીના સંદેશનું વિશેષ મહત્વ છે. " તો યુકેના નાણાપ્રધાન ઋષિ સુનકને દિવાળીના તહેવાર પહેલાં લંડનમાં તેમના આધિકારિક નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં માટીના દીવાઓ પ્રગટાવતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.
