Skip to main content
Settings Settings for Dark

કેનેડાના જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Live TV

X
  • રહેવાસીઓને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી

    કેનેડાના જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ નોર્થવેસ્ટ ટેરિટરીઝની રાજધાની યેલોનાઈફ તરફ આગળ વધી રહી છે, જેનાથી રહેવાસીઓને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી હતી. પ્રશાસને ભયની આશંકાને ધ્યાનમાં રાખીને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકોને શહેરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા હાઈવે પર ઝીરો વિઝિબલિટીના દ્રશ્યો સર્જાય હતા. એરોપ્લેનમાંથી પાણીનો વરસાદ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    લોકોને કોમર્શિયલ એરલાઈન્સ અને રોયલ કેનેડિયન એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવે છે. કેનેડિયન ઈન્ટરએજન્સી ફોરેસ્ટ ફાયર સેન્ટરના જણાવ્યા મુજબ કેનેડામાં આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં જંગલમાં આગ જોવા મળી છે. દેશમાં 1 હજારથી વધુ સક્રિય આગ છે, જે લગભગ 265 વિસ્તારોમાં ફેલાયેલી છે. આ વર્ષે કેનેડામાં જંગલમાં લાગેલી આગને કારણે લગભગ 1.34 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળી ગયો છે. દર 10 વર્ષે બળતા વિસ્તાર કરતાં આ લગભગ 6 ગણું વધારે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોને જંગલમાં લાગેલી આગને કારણે ઘર છોડવું પડ્યું છે.

    અધિકારીઓના જણાવ્યા મુજબ આગનું કારણ આ વર્ષે તાપમાન અને દુષ્કાળની સ્થિતિ છે. શિયાળામાં ઓછી હિમવર્ષા પણ તેનું એક મોટું કારણ છે. આગના ધુમાડાએ સમગ્ર કેનેડા અને યુએસના ઘણા ભાગોમાં હવાને પ્રદૂષિત કરી છે. આવી હવામાં શ્વાસ લેવાથી શરીરને ભારે નુકસાન થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply