Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત-જાપાન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ કરારને મંજૂરી આપી

Live TV

X
  • મંત્રીમંડળે જાપાન-ભારત સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર ભારત અને જાપાન વચ્ચેના સહયોગ કરારને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને જાપાનનાં અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય વચ્ચે જાપાન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર જુલાઈ, 2023માં થયેલા સહકારનાં કરાર (એમઓસી)ની જાણકારી આપવામાં આવી હતી.

    એમઓસીનો આશય સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને વધારવા માટે ભારત અને જાપાન વચ્ચે સહકારને મજબૂત કરવાનો છે, જેમાં ઉદ્યોગો અને ડિજિટલ ટેકનોલોજીનાં વિકાસ માટે સેમિકન્ડક્ટરનાં મહત્ત્વને સમજીને આ સમજૂતી કરારનો આશય છે. એમઓસી બંને પક્ષો પર હસ્તાક્ષર થયાની તારીખથી અમલમાં આવશે અને પાંચ વર્ષના ગાળા માટે અમલમાં રહેશે. જી2જી અને બી2બી બંને વચ્ચે સ્થિતિસ્થાપક સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇનને આગળ વધારવાની તકો પર અને પૂરક ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે આ દ્વિપક્ષીય સહકાર છે. બંને દેશો વચ્ચે સમન્વય અને પૂરકતાઓને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર, 2018માં પ્રધાનમંત્રી મોદીની જાપાન યાત્રા દરમિયાન "ઇન્ડિયા-જાપાન ડિજિટલ પાર્ટનરશિપ" (આઇજેડીપી)ની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સહકારનાં વર્તમાન ક્ષેત્રોને આગળ વધારવામાં આવ્યાં હતાં, જેમાં "ડિજિટલ આઇસીટી ટેકનોલોજીસ" પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

    ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનાં વિકાસ માટે કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ ભારતમાં એક મજબૂત અને સ્થાયી સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનો વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. વિવિધ દેશોની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે એમઓયુ/એમઓસી/સમજૂતીઓ કરી છે તથા સપ્લાય ચેઇનમાં સ્થિતિસ્થાપકતા પણ સુનિશ્ચિત કરી છે, જેથી ભારત વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભરી આવે. આ એમઓયુ મારફતે જાપાન અને ભારતીય કંપનીઓ વચ્ચે પારસ્પરિક સહયોગને વધારવો એ ભારત અને જાપાન વચ્ચે પારસ્પરિક લાભદાયક સેમીકન્ડક્ટર સંબંધિત વ્યવસાયિક તકો અને ભાગીદારી તરફનું વધુ એક પગલું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply