Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારીના કારણે જાપાને મે મહિનાના અંત સુધી ઈમરજન્સી વધારી

Live TV

X
  • જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ કોરોના પડકારને ધ્યાનમાં રાખીને મેના અંત સુધીમાં દેશમાં રાષ્ટ્રીય કટોકટી વધારવાનો નિર્ણય લીધો છે.

    જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેએ સોમવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે લાદવામાં આવેલી ઇમર્જન્સીને મેનાં અંત સુધી વધારવાની ઘોષણા કરી છે.આબેએ પરિસ્થિતિ પર નિષ્ણાતોનાં મુલ્યાંકનનો હવાલો આપીને કહ્યું કે વર્તમાન વ્યવસ્થા આગળ રહેવી જોઇએ, કેમ કે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં આશાસ્પદ ઘટાડો થયો નથી,અને હોસ્પિટલોમાં હાલમાં પણ ક્ષમતાથી વધુ દર્દીઓ દાખલ કરાયા છે. તેમણે કહ્યું કે જો મેનાં મધ્ય સુધી આંકડામાં કોઇ સુધારો થાય છે તો તે પહેલા પણ ઇમર્જન્સીની જોગવાઇઓમાં ઢીલ આપવામાં આવી શકે છે.

    જાપાનનાં આર્થિક બાબતોનાં પ્રધાન યાસુતોશી નિશિમુરાએ જણાવ્યું  કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલી ઇમર્જન્સિને આ મહિનાનાં અંત સુધી વધારવાની યોજનાનું નિષ્ણાતોએ પણ સમર્થન કર્યું છે. આબેએ 7 એપ્રિલે ઇમર્જન્સીની ઘોષણા કરી હતી, શરૂઆતમાં તે ટોકિયો અને 6 અન્ય શહેરી પ્રોતોમાં લાગુ હતી, બાદમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી.સરકારે લોકોને 80 ટકા સુધી સામાજીક મેળ મિલાપ ઓછો કરવાનો અનુરોધ કરાયો, જો કે વડાપ્રધાને વેપાર-ઉદ્યોગને રોકવાનાં હુકમને જારી રાખવાનાં હુકમનો ઇન્કાર કર્યો.જાપાનમાં અત્યાર સુધી કોવિડ-19નાં 15 હજારથી વધું કેસ નોંધાયા છે, અને લગભગ 500 લોકોનાં જ મોત થયા છે. જાપાનમાં કોરોના વાયરસનાં સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા રાજધાની ટોક્યોમાં જ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply