ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરે શહેરમાં ગોળી મારીને કરાઈ હત્યા
Live TV
-
કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પંજાબમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં તે ભારતમાં વોન્ટેડ હતો. ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં નિજ્જરનું નામ સામેલ હતું, જેમાં 40 અન્ય નિયુક્ત આતંકવાદીઓનું નામ હતું. નિજ્જર આતંકી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો. તેના પર વિવિધ હિંસા અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપો પણ હતા.
2022 માં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પંજાબના જાલંધરમાં આતંકવાદી કૃત્ય આચરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યા પછી નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. અગાઉ, NIAએ પણ ભારત વિરુદ્ધ આતંકવાદી કૃત્યો કરવાના કાવતરાના કેસમાં નિજ્જર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કેનેડાના બ્રામ્પટન શહેરમાં ખાલિસ્તાન લોકમતનું આયોજન કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
