ગરમીને કારણે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના જંગલોમાં આગ લાગી
Live TV
-
યુરોપમાં ભીષણ ગરમીનો કહેર યથાવત છે. ગરમીને કારણે દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં જંગલોમાં આગ લાગી છે જેને ઓલવવા અગ્નિશામકો જોડાયા છે. અત્યાર સુધી 6 હજારથી વધુ હેક્ટર જમીન પર આગની અસર થઈ છે. બ્રિટનમાં ભીષણ ગરમીના કારણે આગ લાગવાની, પાણીની અછત અને મહત્વના આંતર માળખાને થઈ રહેલ નુકસાન વચ્ચે વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરી છે. બુધવારે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના ગિરોન્ડે પ્રદેશમાં જંગલી આગ ફાટી નીકળી હતી, જેમાં ઘરોનો નાશ થયો હતો અને 10,000 રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, જેમાં અગ્ની જવાળા નજીક આવતા લોકો છત પર ચડી ગયા હતાં. હોસ્ટેન્સ નજીકના ગામમાં પોલિસ ઘર-ઘર જઈને રહેવાસીઓને આગ આગળ વધતા ઘર છોડીને જવાનું કહ્યું હતું.
